સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 20th September 2018

ભાવનગરમાં સ્‍વાઇન ફલુનાં ર પોઝીટીવ કેસઃ મહિલા દર્દી ગંભીર

 ભાવનગર તા. ર૦ :.. ભાવનગરમાં સ્‍વાઇન ફલુના બે પોઝીટીવ દર્દી દાખલ થયા છે. જયારે એકની સ્‍થિતિ ગંભીર ગણાવાઇ રહી છે.

ભાવનગરમાં સ્‍વાઇન ફલુની મહામારીએ શિયાળો આવ્‍યો નથી ત્‍યાં પંજો વિસ્‍તાર્યો હોય તેથી ભાવનગર અને બોટાદનાં મળી કુલ ૪ વ્‍યકિતને પોતાની ઝપટમાં લીધા છે. જે પૈકી એકની સ્‍થિત ગંભીર છે. જયારે એક દર્દીનાં સ્‍વાસ્‍થ્‍યમાં સુધારો નોંધાતા તેને રજા અપાઇ હતી.

શહેરની સર ટી હોસ્‍પીટલમાં બોટાદનાં ૬૦ વર્ષીય મહિલા દર્દીને અને અન્‍ય એક જેસરનાં પપ વર્ષીય પુરૂષ દર્દીને સ્‍વાઇન ફલુનાં લક્ષણો દેખાતાં તેમને જરૂરી રીપોર્ટ કરતાં જેમાં સ્‍વાઇનફલુ પોઝીટીવ આવ્‍યા હતાં. જે બન્ને દર્દીને હોસ્‍પીટલના ખાસ વોર્ડમાં સારવાર આપવામાં આવી રહી છે. જયારે શહેરની બજરંગદાસબાપા હોસ્‍પીટલમાં ૬૧ વર્ષીય પુરૂષ દર્દી અને બોટાદનાં ૩૪ વર્ષીય મહિલા દર્દી દાખલ છે જે બન્નેનાં સ્‍વાઇન ફલુ પોઝીટીવ રીપોર્ટ આવેલ છે. જે પૈકી બોટાદની મહિલા દર્દીની સ્‍થિતિ ગંભીર છે. જયારે એક દર્દીને તબીયત સુધારતા તેને રજા આપવામાં આવેલ છે.

(12:24 pm IST)