સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 20th September 2018

ગોંડલમાં રવિવારે મોચી જ્ઞાતીનો અખિલ ભારતીય જીવનસાથી પસંદગી સંમેલન

ગોંડલ તા ૨૦ :  મોચી જ્ઞાતીના સંત શ્રી લાલાબાપા નિજ ધામ મંદિર, ગોંડલ આયોજીત  તથા મહંત શ્રી પરષોતમદાસજી ના વડપણ હેઠળ તા.૨૩ ના ગોંડલ મુકામે શ્રી દરબાર વાડી, લાલપુલ પાસે, દ્વિતીય જીવન સાથી પસંદગી સમેલન યોજવામાં આવશે. ગો૦ડલના ધારાસભ્યશ્રી ગીતાબા જાડેજા, ગોંડલ નગરપાલિકાના પ્રમુખશ્રી અશોકભાઇ પીપળીયા તથા અધ્યક્ષશ્રી રાજકોટ શહેર મોચી સમાજ અગ્રણ્ય એસ.એન. ચોૈહાણ  તેમજ સમસ્ત ભારતમાંથી પધારનાર સંસ્થાના પ્રમુખોની ઉપસ્થિતીમાં આયોજન કરવામાં આવેલ છે.

સમસ્ત ભારતમાંથી સમાજના યુવક, યુવતિઓ, ત્યકતા, વિધવા, છુટા છેડા વગેરે જ્ઞાતીજન ભાઇ બહેનોએ ભાગ લીધેલ છે તેમજ પસંદગી સમેલનના દિવસે જે ભાઇ-બહેનોએ અગાઉ ફોર્મ ન ભરેલ હોય તેવા પણ ઉમેદવારો ત્યાં સ્થળ ઉપર ફોર્મ ભરી પ્રવેશ આપવામાં આવશે.

 સમગ્ર કાર્યક્રમના આયોજનમાં શ્રી રાજકોટ મોચી જ્ઞાતી કર્મચારી પ્રગતિ મંડળના સભ્યો, પ્રમુખશ્રી હર્ષદભાઇ વી. મકવાણા તથા શ્રી કોઠારીયા રોડ, મોચી સમાજ સભ્યો પ્રમુખશ્રી લાલજીભાઇ વી. ગોહેલના માર્ગદર્શન હેઠળ વ્યવસ્થા કરવામાં આવેલ છે. વિશેષ માહીતી માટે શ્રી લાલ મંદિર વ્યવસ્થાપક શ્રી ભરતભાઇ ચુડાસમા, મો. નં. ૯૩૨૭૫ ૫૬૫૦૦ નો સંપર્ક કરવા પત્રકાર સુરેશભાઇ ચોૈહાણની યાદીમાં જણાવાયું છે.(૩.૫)

(12:12 pm IST)