સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 20th September 2018

વડિયામાં મહોરમ પર્વની ઉજવણી માટે મુસ્લિમ સમાજ દ્વારા તૈયારી : તકરીર કાર્યક્રમો

 

૦૧૯

(જીતેશગીરી ગોસાઇ દ્વારા) વડિયા તા. ૨૦ :  વડિયામાં 'શહીદે યે કરબલા' મહેફિલે મહોરમનું ઠેર ઠેર શાનદાર આયોજન શહીદોની યાદમાં દિવસ દરમિયાન શરબતો અને રાત્રિ દરમિયાન ન્યાજ તકસીમ કરવામાં આવી રહી છે. ઇસ્લામ ધર્મના મહાન પયગમ્બર અને અવલ આખિર નબી એવા (સ .અ .વ .)ના પ્યારા નવાસા યે ઇમામ હુસૈન અને ઇમામ હસન ત્થા ૭૨ શહીદોની યાદમાં ઊજવાતો તહેવાર એટલે મહોરમ. જેમાં વડિયા મસ્જિદના મૌલાના મહંમદ ગુલામ હુશેન અસરફીએ પોતાની મધુર શૈલીથી તકરીર સંભળાવી હતી.

ઉલ હરમ નિમિતે વડિયામાં ઠેક ઠેકાણે શાનદાર આયોજન જુદી જુદી કમિટિઓ દ્વારા કરવામાં આવ્યું છે. નબીયે કરીમ (સ.અ.વ.)ના નવાસા અને ૭૨ જાનીસાર સાથીઓ કે જેમને પોતાના નાના જાનની ઉમ્મત અને ઇસ્લામ ધર્મ ને બચાવવા માટે થઈને મેદાને કરબલામાં દિવસ રાત ભૂખ્યા તરસ્યા રહીને શહીદી વ્હોરી ને જેણે ઇસ્લામ ધર્મની શરતોનું પાલન કર્યું તે શોહદા યે કરબલાની યાદમાં વડિયામાં આવેલ કૃષ્ણપરા અને સુરગપરા સહિતના તમામ વિસ્તારો રોશની થી શણગારી ને તેમજ શબીલે હુસૈનમાં અવનવા રોજા બનાવીને મૂકવામાં આવ્યા છે તેમજ દિવસ દરમિયાન માસૂમ બાળકો ને શરબતો .દૂધ કોલ્ડ્રીંક સહિત નિયાજો વિતરણ કરવામાં આવે છે અને મહિલાઓની મજલીસો કરવામાં આવે છે અને રાત્રિ દરમિયાન બહારના મૌલાનાઓ દ્વારા મજલીસોમાં કરબલાના વાકિયાત બયાન કરવામાં આવી રહ્યા છે અને સલાતો સલામ પેશ કરી ને સાંભળવા માં આવી રહ્યા છે અને બાદ માં નીયાજ વિતરણ કરાય છે.(૨૧.૧૨)

(12:10 pm IST)