સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 20th September 2018

હળવદમાં ચોથો સેવાસેતુ કાર્યક્રમ સંપન્ન

હળવદઃ શહેરમાં આવેલ આઈ.ટી.આઈ. સ્કુલ પરિસરમાં હળવદ પાલીકા દ્વારા ૪થા તબક્કાના સેવા સેતુના કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટા ભાગના અરજદારોના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું હતું. તો સાથે જ રપ ગેસ કનેકશનોનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ તકે પૂર્વ મંત્રી, કચ્છ જિલ્લા ભાજપ પ્રભારી, પાલીકા પ્રમુખ, શહેર ભાજપ પ્રમુખ, મામલતદાર, ચીફ ઓફિસર સહિતના ઉપસ્થિત રહ્યા હતા. રાજય સરકાર દ્વારા અરજદારોનું એક જ સ્થળે પોતાના પ્રશ્નોના નિરાકરણ આવી શકે તેવા હેતુ સાથે સેવા સેતુ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવતું હોય છે ત્યારે હળવદ તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે જેમાં ૪થા તબક્કાનો સેવા સેતુનો કાર્યક્રમ શહેરના આઈ.ટી.આઈ. સ્કુલ ખાતે યોજવામાં આવ્યો હતો. આ વેળાએ રપ ગેસ કનેકશનો ગૃહિણીઓને પૂર્વ રાજયમંત્રી જયંતીભાઈ કવાડીયાના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. તો સાથોસાથ આધારકાર્ડ, રેશન કાર્ડ, મા અમૃતમ કાર્ડ, મેડીકલ કેમ્પ, જાતિ-આવદના દાખલા, વીજળીના કનેકશન સહિતના પ્રશ્નોનું નિરાકરણ સ્થળ પર લાવવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં અરજદારો અરજીઓ સાથે જાવા મળ્યા હતા.આ તકે પાલીકા પ્રમુખ હિનાબેન રાવલ, કચ્છ જિલ્લા ભાજપ પ્રભારી બિપીનભાઈ દવે, મોરબી જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ વલ્લભભાઈ પટેલ, મામલતદાર વી.કે.સોલંકી, શહેર પ્રમુખ અજયભાઈ રાવલ, પૂર્વ પાલીકા પ્રમુખ રણછોડભાઈ દલવાડી, દ્યનશ્યામભાઈ ગોહિલ, ચીફ ઓફિસર સાગર રાડીયા, સદસ્ય સતીષ પટેલ, એન્જિીનયર શ્રી પરમાર સહિત હાજર રહ્યા હતા. તે પ્રસંગની તસ્વીર.(દીપક જાની દ્વારા.હળવદ)(૨૩.૨)

 

(11:40 am IST)