સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 20th September 2018

કાલાવડના નિકાવામાં સાંજે તાજીયા પડમા આવશે

નિકાવા તા. ૨૦ : આથી દેશભરમાં મુસ્‍લિમ બિરાદરો દ્વારા પૈગમ્‍બર સાહેબના નવસા હજરતે ઇમામ હુસેન અને તેના ૭૨ જાનિસારોની યાદમાં ગામે ગામ કલાત્‍મક તાજીયા બનાવી તેમજ ઠેક ઠેક ઠેકાણે સબીલો, વાયેજ શરીફ તેમજ ન્‍યાજના પ્રોગ્રામો યોજી યાદે કારબલા મનાવવામાં આવી રહી છે ત્‍યારે કાલાવડ તાલુકાના નિકાવા ગામે કલાત્‍મક તાજીયા બનાવાની કામગીરી પુરી થયેલ છે તેમજ તાજીયા કમિટિના પ્રમુખ રફીકભાઈ આદમાણીના જણાવ્‍યા પ્રમાણે તાજીયા કમિટી દ્વારા સતત ૨ મહિનાથી પણ વધારે સમય થયા રાત દિવસ જોયા વગર તાજીયા બનાવાની કામગરી પૂર્ણ કરેલ છે તેમજ પહેલી મહોરમ ૨૦ જેટલી કમિટીઓ દ્વારા જુદા જુદા સરબતો અને ન્‍યાજના પ્રોગ્રામો થઈ રહ્યા છે . તેમાં નિકાવા તેમજ આજુ બાજુના ગામોમાંથી બહોળી સંખ્‍યામાં હિન્‍દૂ મુસ્‍લિમ ભાઈઓ ભાગ લઈ હિન્‍દૂ મુસ્‍લીમ એકતાનો પરિચય કરાવી રહ્યાં છે તેમજ દરરોજ બપોરે તકિયા ખાતે બહેનોની મિલાદ તેમજ રાત્રે તકરીરનો પ્રોગ્રામ યોજાય છે. જેમા લોકો બહોળી સંખ્‍યામાં હાજરી આપી સવાબ હાસિલ કરી રહ્યાં છે. અને આજે સાંજે તાજીયા પડમાં આવશે ત્‍યારબાદ રાત્રિ દરમ્‍યાન અનેᅠ આવતીકાલે નિકાવાની બજારોમાં ફરશે અને આવતીકાલે સાંજે હુસેની ચોક માં જુલસ પૂર્ણ થશે આજે અને આવતીકાલે જુદી જુદી કમિટીઓ દ્વારા આમ ન્‍યાજના પ્રોગ્રામો રાખવામાં આવેલ છે.

(10:55 am IST)