સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 20th September 2018

ગીર ગઢડાના પાણખાણમાં શાળામાં ધોરણ-1થી 8માં માત્ર ત્રણ શિક્ષકોના સહારે 172 વિદ્યાર્થીઓની ભવિષ્ય

 

ગીર ગઢડાના 1800ની વસ્તી ધરાવતા પાણખાણ ગામે પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટ છે. શાળામાં ધોરણ 1થી 8માં 172 બાળકો અભ્યાસ કરે છે.માત્ર 3 શિક્ષકોના સહારે અહીં 172 બાળકોનું ભવિષ્ય ઘડાઇ રહ્યું છે.

 અહીં બાળકો જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે. કારણકે શાળામાં ઓરડાની ઘટ છે. જે ઓરડામાં બાળકો અભ્યાસ કરી રહ્યા છે તે પણ ખૂબજ જર્જરીત હાલતમાં હોવાથી વિદ્યાર્થીઓ માટે જોખમ તોળાઇ રહ્યું છે. ગ્રામજનો અને શિક્ષકો દ્વારા અંગે અનેક રજૂઆતો કરવામાં આવી છે

(11:24 pm IST)