સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 20th August 2019

લાઠી-જામકંડોરણાની કોલેજોમાં બેફામ પરીક્ષા ચોરી સામે યુનિવર્સિટીની લાલ આંખ : ૭૬ છાત્રોની ૫ પરીક્ષા રદ્દ

ગેરરીતિ સબબ લાઠી અને જામકંડોરણાની કોલેજોને ૫૦-૫૦ હજારનો ફટકારવામાં આવ્યો દંડ

રાજકોટ, તા. ૨૦ : પરીક્ષામાં થતી બેફામ ગેરરીતિથી પદવીની વિશ્વસનીયતા ઉપર ગંભીર અસર પડે છે ત્યારે આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરીક્ષા શુદ્ધિકરણ સમિતિએ લાઠી અને જામકંડોરણાની કોલેજોને આકરો દંડ ફટકારી ગેરરીતિમાં કથિત સંડોવાયેલા વિદ્યાર્થીઓની સામે પણ પગલા ભર્યા છે. કુલપતિ ડો.નીતિન પેથાણીના વડપણ હેઠળ મળેલી પરીક્ષા શુદ્ધિકરણ સમિતિમાં લાઠી અને જામકંડોરણા કોલેજમાં પરીક્ષામાં ગેરરીતિ હોવાનું બહાર આવ્યુ હતું અને ૭૬ વિદ્યાર્થીઓ સામે કોપી કેસ નોંધાયા હતા. જેનુ આજે હેયરીંગ થયુ હતું.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ૭૬ વિદ્યાર્થીઓની ૧+૪ મળી કુલ ૫ પરીક્ષા રદ્દ કરી છે અને ગેરરીતિ સબબ જામકંડોરણા અને લાઠીની કોલેજને રૂ.૫૦ - ૫૦ હજારનો દંડ ફટકાર્યો છે.

(4:04 pm IST)