સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 20th August 2019

માળીયા મિયાણાના નાના દહીંસરા ગામે જુગાર રમતા છ પકડાયા

અંજીયાસર ગામે દેશીદારૂના જથ્થા સાથે અલ્તાફ જેડા પકડાયો

જુગાર રમતા પકડાયેલ શખ્સો નજરે પડે છે. (તસ્વીરઃ પ્રવિણ વ્યાસ મોરબી)

મોરબી તા. ૨૦ : માળીયા મિંયાણાના  નાના દહીસરા ગામની સીમમાં ખેતરમાં જુગાર રમતા છ પત્ત્।ાપ્રેમીઓને માળિયા પોલીસે ઝડપી લીધા હતા.

મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાદ્યેલાના માર્ગદર્શન તથા ડીવાયએસપી બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ માળિયા પોલીસ મથકના પી.એસ.આઈ. જે.ડી.ઝાલાની સુચનાથી દિવ્યરાજસિંહ જાડેજા, જયદેવસિંહ ઝાલા, ફિરોજભાઈ સુમરા અને તેજપાલસિંહ ઝાલા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હોય દરમિયાન દિવ્યરાજસિંહ જાડેજાને નાના દહીસરા ગામની સીમમાં પીપળીયાના માર્ગે આવેલ શૈલેશભાઈ રેવાભાઈ ભટાસણાના ખેતરમાં જુગાર રમતો હોવાની બાતમીના આધારે દરોડો પાડતા ત્યાં જુગાર રમી રહેલા વલ્લમજીભાઈ ગોવિંદભાઈ ભટાસણા, પ્રવીણભાઈ ગણેશભાઈ ભટાસણા, શૈલેષભાઈ રેવાભાઈ ભટાસણા, રમેશભાઈ નાગજીભાઈ ભટાસણા, અંબારામભાઈ વેલજીભાઈ ધોરીયાણી અને પ્રાગજીભાઈ બેચરભાઈ ભટાસણા ને રોકડ રકમ રૂ.૨૬,૬૦૦ તથા બેટર નંગ-૨ કીમત રૂ.૫૦૦ એમ કુલ મુદામાલ રૂ.૨૭૧૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.  તેમજ મોરબી એલ.સી.બી. ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માળીયાના અંજીયાસર ગામે આવેલ તળાવની પાળે બાવળની ઝાડીમાં દેશી દારૂ છુપાવ્યો હોવાની બાતમીના આધારે દરોડો પાડતા ત્યાંથી દેશી દારૂ ૩૦૦ લી. કીમત રૂ.૬૦૦૦, મોબાઈલ નંગ-૧ કીમત રૂ.૮૦૦૦ સાથે આરોપી અલ્તાફ હૈદરભાઈ જેડા હાજર મળી આવતા તેને ઝડપી પાડી હતો તો નિઝામ હૈદરભાઈ જેડા અને દિનેશ ચતુરભાઈ કોળી બંને હાજર મળી ન આવતા તેને ઝડપી પાડવા વધુ તપાસ ચલાવી છે.

(1:19 pm IST)