સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 20th August 2019

મોરબીમાં વરસાદના વિરામ છતાં અનેક વિસ્તારમાં પાણી ભરેલાઃ નાગરિકો ત્રાહિમામ

શકિત પ્લોટમાં પાણી ભરેલા હોવાથી કાર ફસાઈ

મોરબી, તા.૨૦: મોરબીમાં મેઘરાજાએ વિરામ લીધો છે અને ઝરમર વરસાદ જ જોવા મળે છે જોકે મોરબી શહેરમાં અનેક સ્થળે હજુ પણ વરસાદી પાણી ભરાયેલા જોવા મળે છે અને ઠેર ઠેર ખાડા અને પાણી ભરાયેલા રહેતા વાહનચાલકો ફસાતા હોય છે જેમાં શકિત પ્લોટમાં એક કાર ફસાઈ હતી. ઙ્ગઙ્ગઙ્ગઙ્ગઙ્ગઙ્ગઙ્ગ મોરબીના શકિત પ્લોટ વિસ્તારમાં તૂટેલા રોડ રસ્તાને પગલે વરસાદી પાણીનો ભરાવો થાય છે અને ખાડામાં વરસાદી પાણીના ખાબોચિયા ભરાયેલા રહે છે જેથી વાહનચાલકોને અહીંથી પસાર થવામાં ભારે જોખમ રહે છે છતાં શહેરના મુખ્યમાર્ગો પરના ટ્રાફિકને પગલે નાછૂટકે વાહનચાલકોને અહીંથી પસાર થવું પડતુંઙ્ગ હોય છે જેમાં આજે શકિતપ્લોટના તૂટેલા રોડ અને પાણીના તલાવડામાં એક કાર ફસાઈ હતી જેને અનેક લોકોએ મહામહેનતે બહાર કાઢી હતી તો તે ઉપરાંત મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયેલા જોવા મળે છે આ વિસ્તારમાં શહેરની હોસ્પિટલો આવેલી હોય છતાં તંત્ર આ વિસ્તારમાં સફાઈ બાબતે ઉદાસીનતા દાખવે છે અને વરસાદના વિરામ બાદ હજુ તંત્ર સફાઈ કામગીરી બાબતે મુર્હતની રાહ જોતું હોય તેવું લાગી રહ્યું છે

(1:17 pm IST)