સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 20th August 2019

સાવરકુંડલાના આદસંગ ગામમાં જુગાર રમતા ૧૦ શખ્સો ઝડપાયા

રાજુલા, તા. ર૦ :  અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય, સાહેર્બં દ્રારા હાલમાં  શ્રાવણ માસ શરૂ હોય અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં શ્રાવણ માસમાં જુગાર રમવાનું ચલણ વધુ હોય અને આ શ્રાવણીયા જુગાર રમવાથી દ્યણા- પરીવારો આર્થિક નુકશાની ભોગવતાં હોય છે. જેથી આવી જુગારની બદ્દીને સમાજમાંથી દુર કરવા  અને આવી અસામાજીક પ્રવૃત્ત્િ।ને અંકુશમાં લાવવાના ઉદ્દેશથી ખાસ ઝુંબેશ રાખેલ તથા જીલ્લામાંથી જુગારની બદીને દુર કરવા જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે આજરોજ  તા.૧૯/૦૮/૨૦૧૯ ના ર્ંએસ.ઓ.જી પો.સ.ઇ.શ્રી આર.કે.કરમટા તથા ટીમ એસ.ઓ.જી.એર્ં સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. વિસતારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન બાતમી રાહે હકિકત મળેલ કે આદસંગ ગામમાં જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ પાનના ગલ્લા પાસે કેટલાક ઇસમો જાહેરમાં જુગાર રમે છે જે હકિકત આધારે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા દસ આરોપીઓને  જુગાર રમતા પકડી પાડેલ છે.

  જુગાર રમતાં પકડાયેલ ઇસમો નામ

પહુભાઇ હરસુરભાઇ સાભડ,  ગૌતમભાઇ લાખાભાઇ ચાંદુ, મુકેશભાઇ બાલુભાઇ ખોરાસીયા, ચંદ્રેશભાઇ મુકેશભાઇ ભાલીયા, પ્રતાપભાઇ ભીમભાઇ સોડાયા, કનુભાઇ લાખાભાઇ ચાંદુ, મુન્નાભાઈ જીવાભાઇ મકવાણા,પહુભાઇ ગભરુભાઇ ચાંદુ, બચુભાઇ નારણભાઇ  જાદવ, જગુભાઇ રણછોડભાઇ રવૈયા,  રહે. બધા આદસંગ તાલુકો. સાવરકુંડલા .

  રેઇડ દરમ્યાન મળેલ મુદ્દામાલની વિગત

ઉપરોકત આરોપીઓ જાહેરમાં પૈસા પાનાથી તીન-પત્ત્િ।નો  હારજીતનો જુગાર રમતા રેઇડ દરમ્યાન જુગાર રમતા દસ ઇસમોને પકડી પાડેલ જેના પાસેથી રોકડા રૂ. ૧૫,૨૮૦/- તથા ગંજી પતાના પાના નંગ-૫૨ કિ.રૂ. ૦૦/૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૦૯ કિ.રૂ.૫૦,૫૦૦/-  એમ કુલ કિ.રૂ.૬૫,૭૮૦/- નો મુદ્દામાલ પકડાયેલ હોય જે તમામ ઇસમો વિરુધ્ધ સાવરકુંડલા રૂરલ પો.સ્ટે.માં જુગાર ધારા હેઠળ ગુન્હો રજી. કરાવી વધુ તપાસ અર્થે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

આમ, ઉપરોકત કામગીરી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય,  અમરેલીનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ  એસ.ઓ.જી.ના પો.સ.ઇ.શ્રી આર.કે.કરમટા તથા એસ.ઓ.જી. ટીમ દ્વારા સાવરકુંડલા તાલુકાના આદસંગ ગામમાંથી દસ ઇસમોને જાહેરમાં પૈસા પાના વડે તીનપત્ત્િ।નો હારજીતનો જુગાર રમતા પકડી પાડવામાં સફળતા મળેલ છે.

(1:16 pm IST)