સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 20th August 2019

આટકોટના ગુન્હામાં વોન્ટેડ રાજુ મંદુરીયાને રેન્જની સ્કવોડે ઝડપી લીધો

રાજકોટ તા. ૨૦: રાજકોટ રેન્જના નાસતા ફરતા સ્કવોડે આટકોટ ના દારૂના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી લીધો હતો.  રેન્જમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ડી.આઇ.જી.પી. શ્રી સંદિપ સિંહની સુચના અન્વયે રેન્જના સ્પેશિયલ સ્કવોડના આઇ/સી પી.સ.ઈ. એમ. પી. વાળા તથા સ્કવોડના રૂપકબહાદુર હસ્તબહાદુર ને મળેલ હકિકત આધારે સ્ટાફના સિધ્ધરાજસિંહ વાઘેલા, શિવરાજભાઇ ખાચર તથા દિગુભા ઝાલા નાઓએ આટકોટ પો.સ્ટે. પ્રો.હી ગુર નં. ૫૦૦૩/૧૯ પ્રોહી કલમ -૬૫ (ઇ) મુજબના પ્રોહીબીશન ગુનામાં છેલ્લા ૮(આઠ) માસથી નાસતા ફરતા આરોપી રાજુ ધીરુભાઇ મંદુરીયા રહે. આટકોટ વાળાને જસદણ - આટકોટ ચોકડી પરથી ધોરણસરની અટક કરી આટકોટ પો.સ્ટે. સોપવામાં આવેલ છે.

(1:15 pm IST)