સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 20th August 2019

અમરેલીનાં ગાવડકાની સીમમાં શેત્રુજી નદીમાં રેતી ચોરી કરતા પ શખ્સો ૨૧.૭૩ લાખના મુદામાલ સાથે ઝડપાયા

અમરેલી-રાજુલા, તા.૨૦: પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાયની સુચના અન્વયે ર્ંએસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા ટીમ એસ.ઓ.જી.ર્ં એ અમરેલી તાલુકાના ગાવડકા ગામની સીમમાંથી પસાર થતીઙ્ગ શેત્રુજી નદીમાં પટમાંથી રેતી ચોરી કરતાં નીચે મુજબના ઇસમોને પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

રેતી ચોરી કરતાં રમેશ ઉર્ફે મુકો દેવશીભાઇ રાઠોડ ઉ.વ-૩૩ ધંધો.-ડ્રાઇવીંગ રહે. ગાવડકા તાલુકો-અમરેલી, જીગ્નેશ ઉર્ફે લાલો હિમંતભાઇ માલવીયા ઉ.વ-૨૦ ધંધો.-ડ્રાઇવિંગ રહે. અમરેલી તા.જી.-અમરેલી,ઙ્ગજયરાજ ઉર્ફે દ્યુદ્યો કરશભાઇ બારૈયા રહે. ગાવડકા તાલુકો-અમરેલી,જયદિપભાઇ બહાદુરભાઇ દેથલીયા ઉ.વ.-૨૪ ધંધો-વેપાર રહે. બરવાળા, મહેશભાઇ ઉર્ફે બાદલ વાદ્યાભાઇ મારૂ ઉ.વ-૩૧ રહે. બરવાળા બાવીશીને ઝડપી લીધા છે જયારે હિતેષભાઇ જેઠાભાઇ દેથળીયા રહે. વડેરા તાલુકો-અમરેલી, વિરાજભાઇ જગુભાઇ આલાણી રહે.નાના માચીયાળા તાલુકો-અમરેલી, બાલાભાઇ ઉર્ફે લાલભાઇ સગરામભાઇ સાનિયા રહે. નાના માચીયાળા તાલુકો-અમરેલી, સુરેશભાઇ વિરાભાઇ રાઠોડ રહે. કેરાળા તાલુકો-બગસરાઙ્ગફરાર થઇ ગયા છે.

આરોપીઓ દ્વારા રેતી ચોરી આશરે-૧૩ઙ્ગ ટન, કિં.રૂ.૬૫૦૦/-ઙ્ગ તથા ડમ્પર-૦૩ તથા લોડર-૦૧ મળી કિ.રૂ.૨૧,૦૦,૦૦૦/- તથા રેતી ચાળવાના મોટા ચારણા નંગ-૦૨ કિ.રૂમ.૪૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૫ કિ.રૂ..૨૬,૫૦૦/- મળી કુલ કિ.રૂ.૨૧,૭૩,૦૦૦/- નો મુદ્દામાલ સાથે રેતી ચોરી કરતા પાંચ ઇસમોને પકડી પાડેલ અને ચાર ઇસમો નાશી ગયેલ હોય જે તમામ વિરુધ્ધ આગળની વધુ તપાસ થવા સારૂ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજી. કરાવી તેમજ પકડાયેલ આરોપીને વધુ તપાસ અર્થ સોંપી આપેલ છે. પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય, નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી.ના પો.સ.ઇ.શ્રી આર.કે.કરમટા તથા ટીમ એસ.ઓ.જી.એઙ્ગ શેત્રુજી નદીના પટમાંથી રેતી ચોરી કરતાં ઇસમોને રૂમ.૨૧,૭૩,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પાંચ આરોપીઓને પકડી પાડવામાં સફળતા મળેલ છે.

(1:14 pm IST)