સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 20th August 2019

પોરબંદર જિલ્લામાં ૧૫ દિવસનાં ડેન્ગ્યુને એક કેસ અને તાવ સહિત અલગ અલગ બીમારીના ૧૨૦૦ કેસ

વાઇરલ ઇન્ફેકશનથી માથું ઉંચકી રહેલ રોગચાળોઃ સફાઇ તથા દવા છંટકાવમાં બેદરકારીઃ ઠેર ઠેર ગંદકીઃ તંત્ર બેધ્યાન

પોરબંદર તા.૨૦: પોરબંદર જિલ્લામાં કેટલાંક દિવસથી વાદળીયું વાતાવરણ અને વરસાદ બાદ જાણે ગંદકીની સફાઇ તથા દવા છંટકાવ થતો હોય વાઇરલ ઇન્ફેકશનથી રોગચાળો માથું ઉંચકી રહેલ છે નવ દિવસમાં ડેન્ગ્યુના ૫ શંકાસ્પદ કેસમાં એક કેસ પોઝીટીવ તેમજ મેલેરિયા તાવ ટાઇફોઇડ શરદી ઉધરસ સહિત ૧૨૦૦ કેસ સરકારી હોસ્પિટલમાં આવ્યા છે.

આ દર્દીઓમાં ૪૭૩ દર્દીઓના લેબોરેટરી રિપોર્ટ કરાવવામાં આવેલ છે જેમા ટાઇફોડની અસરના ૬૬ કેસમાં ૩૩ પોજીટીવ આવેલ છે.

શહેરમાં વરસાદ બાદ ઠેર ઠેર ગંદકી કચરો જામ્યો છે જન્માષ્ટમી તહેવારો છતાં સફાઇમાં ધ્યાન અપાતું નથી વોર્ડ વિસ્તારમાં સફાઇમાં વહાલા દવલાની નીતિની ફરિયાદો ઉઠી છે. સુધરાઇના હોદેદારો અને કાઉન્સીલરોના રહેણાંક વિસ્તારમાં નિયમીત સફાઇ થાય છે બાકીના વિસ્તારોમાં સફાઇમાં તંત્રની બેદરકારી છતી ન્યાય છે રોગચાળો બેકાબુ બને તે પહેલા સફાઇ દવા છંટકાવ સહિતના પગલા લેવાય તેવી માગણી ઉઠી છે.

(1:13 pm IST)