સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 20th August 2019

જૂનાગઢમાં વાહન ચોરીનો ભેદ ઉકેલાયોઃ બે શખ્સો ઝડપાયાઃ૧૮ વાહનોની કબૂલાત

જૂનાગઢઃ જૂનાગઢ રેન્જના આઈજીપી શ્રી સુભાષ ત્રિવેદી તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંદ્ય દ્વારા જૂનાગઢ જિલ્લામાં બનતા વાહન ચોરીના બનાવો ડિટેકટ કરી, આરોપીઓને પકડી પાડવા આપેલ સૂચના આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પો. સબ ઇન્સ. આર.એમ. ચૌહાણ, પો.સ.ઇ. એન.કે.વાજા તથા સ્ટાફના ર્ંઆરોપીઓ (૧) યુસુફ મુસાભાઈ ખેભર ગામેતી ઉવ. ૪૦ રહે. લાખાપીર બાપુની દરગાહ પાસે, મેડિકલ કોલેજની પાછળ, જમાલવાડી, જૂનાગઢ તથા (૨) કાસિમ ઉર્ફે શબ્બીર ઉર્ફે બોટી ઉર્ફે ડાડો ઇસ્માઇલભાઇ મકવાણા જાતે બાદશાહ (ઉવ.૨૨) રહે. કરીમાં મસ્જિદ પાસે, જમાલવાડી, જૂનાગઢ ને પકડી પાડી, ધરપકડ ર્ંસી ડિવિઝન પોલીસ દ્વારા હીરો હોન્ડા, વિગેરે કુલ ૧૬ બાઇક કુલ કિંમત રૂ. ૪,૦૩,૫૦૦/- નો મુદામાલ કબર્જેં કરવામાં આવેલ. પકડાયેલ આરોપીઓની જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પો. સબ ઇન્સ. આર.એમ. ચૌહાણ, પો.સ.ઇ. એન.કે.વાજા તથા સ્ટાફ વિશેષ પૂછપરછ કરવામાં આવતા, ર્ંઆરોપી યુસુફભાઈ મુસાભાઈ ખેબર ગામેર્તીં દ્વારા વિશેષમાં એવી કબૂલાત કરવામાં આવેલ કે, પોતે પોતાના સાગરીત સાથે પાર્કિંગમાં જઈને ર્ંજે મોટર સાયકલ/બાઇકને લોક કરવામાં આવેલ ના હોય, તેવા જ મોટર સાયકલને ટાર્ગેટ કરવામાં આવતા.(અહેવાલ-વિનુ જોષી તસ્વીર સુરેશ વાઘેલા)

(1:10 pm IST)