સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 20th August 2019

જામનગરમાંથી પોલીસને ચકમો આપીને આરોપી ફરાર

જામનગર તા. ર૦ :.. જામનગરના ખંભાળીયા ગેટ નજીક એક વર્ષ પૂર્વે ડો. બક્ષીના બંગલામાં ચોરી અને લૂંટની ઘટનાને અંજામ આપનાર મુળ બિહારના સંજીત ચૌધરીને એલસીબીએ જે તે સમયે ઝડપી પાડી અને આ ગુન્હાઓનો ભેદ ઉકેલી નાખવામાં આવ્યો હતો.

પણ જે બાદ આજે આરોપીને જાપ્તા હેઠળ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જયાં કોર્ટ નજીકથી પોલીસને ચકમો આપીને આરોપી સંજીત ચૌધરી નાસી છૂટતા એલસીબી, એસઓજી સહિતની ટીમો હવે આરોપીને ફરી ઝડપી પાડવા કામે લાગે છે, અને નાકાબંધી કરી અને આરોપીને શોધી રહી છે. આ શખ્સ જો કોઇને જોવા મળે તો પોલીસ કંટ્રોલ રૂમના નંબર ૦ર૮૮ રપપ૦ર૦૦ પર જાણ કરવા જણાવ્યું છે.

(1:09 pm IST)