સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 20th August 2019

પોરબંદરના વનાણાની ગારમેન્ટ કંપનીના માલિક દ્વારા ઈન્કમટેક્ષ ચોરીના ઈરાદે ૨ પાનકાર્ડ કઢાવ્યાની પોલીસ ફરિયાદ

પોરબંદર, તા. ૨૦ :. પોરબંદર નજીક વનાણાની ડી.આર. ગારમેન્ટ કંપનીના માલિકે ઈન્કમટેક્ષ ચોરીના ઈરાદે ૨ પાનકાર્ડ કઢાવ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જામનગર ઈન્કમટેક્ષ વિભાગ-૨ના આસીસ્ટન્ટ કમિશ્નર નરેન્દ્ર નિખારે પોરબંદર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ કે વનાણાની ડી.આર. ગારર્મેન્ટ કંપનીના માલિક ડાયાભાઈ ઉર્ફે છગનભાઈ એનઆરઆઈએ જીએસટી ઈન્કમટેક્ષ ચોરી કરવાના ઈરાદે ૨ પાનકાર્ડ ધારણ કરેલ છે.

ડી.આર. ગારમેન્ટના માલિકે આ અંગે પોલીસને જણાવેલ કે ૨ પાનકાર્ડમાં એક કાર્ડ લખમણ ડાયા અને બીજુ કાર્ડ છગનભાઈના ઉર્ફે નામથી કઢાવ્યુ છે. પોલીસ તપાસ હાથ ધરી છે.

(11:54 am IST)