જામકંડોરણા : સોડવદરમાં સ્વતંત્ર્તા પર્વની ઉજવણી
જામકંડોરણા : તાલુકા કક્ષાના સ્વતંત્ર્તા પર્વની જામનગર તાલુકાના સોડવદર ગામે તાલુકા શાળા ખાતે ઉજવણી કરાઇ હતી. નાયબ કલેકટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ પુજાબેન જોટંગીયાના હસ્તે ધ્વજવંદન કરાયુ હતુ. આ પ્રસંગે શાળાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સિનીયર સીટીઝનનું સન્માન, તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવેલ તેમજ વૃક્ષારોપણ અને પરેડ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ પર્વની ઉજવણી પ્રસંગે નાયબ કલેકટર પૂજાબેન જોટંગીયા, મામલતદાર એચ.આર.અપારનાથી, તાલુકા વિકાસ અધિકારી પી.ડી.પટેલ, તા.પં.ના ઉપપ્રમુખ કરશનભાઇ સોરઠીયા, નાયબ મામલતદાર આર.જી.લુણાગરીયા, સરપંચશ્રી સહિતના અધિકારીઓ, આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિતીમાં સ્વતંત્ર્તા પર્વની ઉજવણી કરાઇ હતી. (તસ્વીર - અહેવાલ : મનસુખભાઇ બાલઘા)