સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 20th August 2019

ભાવનગર સામવેદ સ્કુલમાં સ્વાતંત્ર્ય દિન ઉજવાયો

ભાવનગર : સામવેદ સ્કુલમાં ૭૩માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં સૌપ્રથમ મહેમાન અજયભાઇ આકોલકર (મા.એન્જી.) દ્વારા ધ્વજ-આરોહણ કરી ધો.૯ના વિદ્યાર્થી તીર્થ માણીયા દ્વારા સલામી કમાન્ડ આપવામાં આવ્યા. આચાર્ય તુષારભાઇ પંડયા દ્વારા મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયુ અને રાષ્ટ્રીય પર્વ પર રાષ્ટ્રહિત માટે પાણી બચાવોના સંકલ્પ લેવામાં આવ્યા. ધો.૮,૯ અને ૧૧ વિજ્ઞાનપ્રવાહના વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રભકિત ગીત અને સ્વાતંત્ર્ય દિવસનું વિશિષ્ટ મહત્વ સમજાવ્યુ. શાળાના ટ્રસ્ટી જશુમતીબેન પંડયા દ્વારા શહિદોને યાદ કરી વિદ્યાર્થીઓને સમાજ માટે દેશ માટે કંઇક વિશિષ્ઠ યોગદાન દેવા પ્રોત્સાહીત કરાયા. શાળાના ટ્રસ્ટી એ.જી.સર દ્વારા દિન વિશેષ વાત કરવામાં આવી. મહેમાનશ્રીઓ આભારદર્શન પત્ર આપીને સન્માન કરાયુ. વૃક્ષનું મહત્વ સમજાવી દરેક વિદ્યાર્થીઓને રોપા વિતરણ કરવામાં આવ્યુ. દેશ ભકિતના નારા સાથે શાળાનુ પટાંગણ ગુંજી ઉઠયુ અને સર્વે વિદ્યાર્થી વાલીગણને મીઠુ મોઢુ કરાવી વિસર્જન કરાયુ હતુ.

(11:48 am IST)