સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 20th August 2019

ઉના પાસે કારની પાછલી સીટના ચોરખાનામાં છુપાવેલ ૧૮ બોટલ ઇંગ્લીશ દારૂ ઝડપાયો

ઉના તા ૨૦  : ઉના નવા બંદર મરીન તડ ચેક પોસ્ટ ૈપર કાર (જીજે-પ-એઆર ૨૨૯૭) નું ચેકીંગ કરતા પાછલી સીટના ચોરખાનામાં છુપાવેલ ઇંગ્લીશ દારૂની ૧૮ બોટલ કિ. ૧૫ હજારની મળી આવી હતી.

 દારૂ અંગે જયગીરી ભરતગીરી બાવાજી રહે. ગાવઠકા (જિ. અમરેલી) તથા રવિ પ્રવિણભાઇ ગાવઠકા (જિ. અમરેલી) બન્ને ને દારૂ તથા કાર સહિત કુલ ૨૪૬૦૦ ના મુદામાલ સાથે પકડી પાડેલ છે.

(11:44 am IST)