સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 20th August 2019

ભુજ પોલીસના એમટી જીપ ડ્રાઇવર લોક રક્ષક દળના જવાનનો આપઘાત

ભુજ તા ૨૦  :  પશ્ચિમ કચ્છ પોલીસ દળમાં ફરજ બજાવતાં અને એમટી જીપ ડ્રાઇવર અશ્વિનસિંહ ભીખાજી રાઠોડે આપઘાત કરી લેતાં  પોલીસ  બેડામાં ચકચાર સાથે શોકનું મોજું ફરી વળ્યું છે.

૨૭ વર્ષીય લોક રક્ષક દળના આ જવાને ગળે ફાંસો ખાઇને પોતાનું જીવન ટુંકાવી દીધુ હતું. મુળ વડગામનો આ જવાન કચ્છમાં ફરજ બજાવતો હતો. તેના આપઘાતનું કારણ જાણવા મળ્યું નથી.

(11:43 am IST)