સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 20th August 2019

મોરબી માળિયાના લક્ષ્મીવાસમાં વરસાદના પાણી ભરાયાઃપાણી નિકાલની અંગે કલેકટરને આવેદન

મોરબી,તા.૨૦:માળિયા તાલુકાના લક્ષ્મીવાસ ગામમાં વરસાદી પાણીને પગલે ગામમાં નુકશાન થવા પામ્યું છે જેથી વરસાદી પાણીના નિકાલ માટે તંત્ર ગંભીરતાપૂર્વક પગલા ભરે તેવી માંગ ગ્રામજનોએ કરી છે

માળિયાના લક્ષ્મીવાસ ગ્રામજનોએ જીલ્લા કલેકટરને આવેદન પાઠવી જણાવ્યું છે કે ગત તા. ૦૯ અને ૧૦ ના રોજ ભારે વરસાદ થતા ગામની મોટા દહીંસરા બાજુની સીમનું પાણી એકધારું અતિશય આવતા વચ્ચે બાંધવામાં આવેલ બંધ પર થઈને ગામની બાજુમાં વોકળામાંથી પસાર થાય છે તે વોકળો બુરાઈ જતા પાણી ગામના દ્યરો સુધી પહોંચ્યા છે જેથી ભારે નુકશાન થવા પામ્યું છે જેથી ગામમાં ભરાયેલા વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

(11:39 am IST)