સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 20th August 2019

ભાવનગરમાં વેપારી ઉપર તલવારોથી હિચકારો હુમલો

મારે ત્યાં કામ કરતો જીતું કયાં છે તેમ કહીને

ભાવનગરમાં વડાવા વિસ્તારમાં વેપારી ઉપર ત્રણ શખ્સોએ તલવાર વડે હુમલો કરતાં હોસ્પીટલમાં ખસેડાયેલ છે.

બનાવની વિગતો એવી છે કેે, શહેરના વડવા વિસ્તારમાં સોપારીનો વ્યવસાય કરતા મુકેશભાઇ મહેશભાઇ વાાઢીયા તેની દુકાને બેઠા હતા ત્યારે રીક્ષામાં આવેલા શૈલેશશા ઉર્ફે બાદશાહ  મનસુખભાઇ મકવાણાનું, શાહરૂખ હારૂનભાઇ મકવાણા તથા એક અજાણ્યા શખ્સ સહિત ત્રણ શખ્સોએ મારે ત્યાં કામ કરતો જીતુ કયાં છે? તેમ પુછતા મહેશભાઇ એ ખબર નથી તેમ કહેતાં આ શખ્સોએ રીક્ષામાંથી તલવાર કાઢી મહેશભાઇ ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છુટયા હતા. ઇજાગ્રસ્ત વેપારી મહેશભાઇને સારવાર માટે સીટી હોસ્પીટલ ખસેડાયેલ છે.

આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:35 am IST)