સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 20th August 2018

સોમનાથદાદાને શીશ ઝુકાવતી રિલાયન્સ અંબાણી પરિવારની ભાવિ પુત્રવધુ રાધિકા મર્ચન્ટ

સોમનાથ મહાદેવને ગંગાજળ અભિષેક, મહાપૂજા સામગ્રી અર્પણ,અને મહાપુજા કરી

સોમનાથ મહાદેવના સાનિધ્યે મુકેશભાઇ અંબાણીના પુત્ર અનંતભાઇ અંબાણી સાથે સગાઇના બંધનમાં બંધાનાર રાધિકા મર્ચન્ટે ભગવાન સોમનાથ મહાદેવને ગંગાજળ અભિષેક, મહાપૂજા સામગ્રી અર્પણ, સહિત પુજન કર્યા બાદ તત્કાલ મહાપૂજન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે મુખ્યપુજારી દ્વારા રૂદ્રાક્ષ માળા પહેરાવેલ હતી..

(9:09 am IST)