જામનગરમાં ખોટા વિઝા ધરાવતા નાઈઝીરીયન નાગરીક ઝડપાયા
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૦ : અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ઈન્સ્પેકટર કે.જે.ભોયે ફરીયાદ નોંધાવી છે કે ,આ કામના આરોપીઓ ઓનીયે ઝીલીગબો હેપ્રોચી એ ઉર્ફે ચિમા ઉર્ફે એનથોની ઉર્ફે કોઝા, ઓકોનકવો પરપેચ્યુઅલ ગીફ ઉર્ફે માઈકલ ગીફટ ઉર્ફે સોફીયા કેનેડી, ડોબીવલી (ઈસ્ટ) મુંબઈ વાળા ભારતમાં છેલ્લા આઠ–દસ વર્ષથી રહેતા હોય અને પોતાના અસલ નાઈઝીરીયન સરકાર દ્વારા આપવામાં આવેલ પાસપોર્ટ નવી મુંબઈ બેલાપુર કમીશ્નર કચેરી ખાતે આવેલ એફ.આર.ઓ. ઓફીસમાં તેમજ કર્ણાટક રાજયના પોલીસ સ્ટેશન ખાતે જમા પડેલ હોય તેમ છતા ભારતમાં પાસપોર્ટ વગર રહેવા સારૂ પોતાના ખોટા આધારો રજુ કરવા તેમજ ભારતીય આમ જનતાને વિશ્વાસમાં લઈ તેમની સાથે છેતરપીંડી કરવા સારૂ બનાવટી પાસપોર્ટ સાથે રાખી તેમા ખોટા વિઝાઓ દર્શાવી જરૂર જણાય તે જગ્યાએ ખરા તરીકે રજુ કરી એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ છે.