રાજકોટ જીલ્લા ભાજપ લઘુમતી મોરચાના ઉપપ્રમુખ-મંત્રી-કોષાધ્યક્ષની વરણી જાહેર
રાજકોટ, તા., ૨૦: ભાજપના લઘુમતી મોરચાના હોદેદારોની વરણી કરવામાં આવતા જીલ્લા ભાજપ લઘુમતી મોરચાના ઉપપ્રમુખ તરીકે ઇકબાલભાઇ અલ્લારખાભાઇ કૈડા, હનીફભાઇ સીદીકભાઇ મચ્છીવાળા, જમાલભાઇ ઉમરભાઇ જુણેજા, નહેરૂદીનભાઇ સપ્પા તેમજ મંત્રી તરીકે શાહનવાજબાપુ, બસીરભાઇ અલ્લારખાભાઇ કંડીયા, જાહીદભાઇ જાનમહમદભાઇ દલ, સુનેહરાબેન ઘાંચી, ફીરોજભાઇ રહીમભાઇ મુલતાની, કોષાધ્યક્ષ રફીકભાઇ હબીબભાઇ મીઠાણી, કાર્યાલયમંત્રી બુરહાન શબ્બીરભાઇ વૈદની વરણી થયેલ.
કારોબારી સભ્ય તરીકે યાસીનભાઇ હુસેનભાઇ કુરેશી, અવેશ યાકુબભાઇ પરીપટ, અલ્તાફભાઇ અબ્દુલભાઇ શેખ, ગુલમામદભાઇ અબ્બાસભાઇ ઠેબા, ઇબ્રાહીમભાઇ કાસમભાઇ, સુલતાનભાઇ ગફારભાઇ સપ્પા, રસીદભાઇ મજીદભાઇ ગનીયારા, ગફારભાઇ તૈયબભાઇ દોઢીયા, સુલતાનભાઇ ગફારભાઇ સપા, યાસીનભાઇ હુશેનભાઇ કુરેશી, હુસેનભાઇ સલીમભાઇ સવાણ, જાહીદભાઇ ઇબ્રાહીમભાઇ સવાણ, અજીતભાઇ ગફારભાઇ સમા, ઇસુબભાઇ સપ્પા, અબ્દુલભાઇ બાદી, સિરાજભાઇ હારૂનભાઇ ડાયાતરની વરણી કરવામાં આવેલ.
ઉપરોકત વરણીને પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઇ બોઘરા, સાંસદ મોહનભાઇ કુંડારીયા તથા રમેશભાઇ ધડુક, કેબીનેટ મંત્રીઓ જયેશભાઇ રાદડીયા તથા કુંવરજીભાઇ બાવળીયા, ધારાસભ્યો શ્રીમતી ગીતાબા જયરાજસિંહ જાડેજા, લાખાભાઇ સાગઠીયાએ શુભેચ્છાઓ પાઠવી છે.