સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 20th July 2021

જુનાગઢનાં પ્રેમાનંદ વિદ્યાધામમાં પુ. રમેશભાઇ ઓઝાની પધરામણી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.ર૦ : પૂ. રમેશભાઇ ઓઝા ભાઇશ્રીએ શ્રી પ્રેમાનંદ વિદ્યાધામ, જુનાગઢમાં પધરામણી કરી હતી. આ તકે પુજયશ્રી મુકતાનંદજી બાપુ તથા શ્રી ગિજુભાઇ ભરાડએ વિશેષ સ્વાગત કરી તેમની પાવન ઉપસ્થિતિનું અભિવાદન કર્યુ હતુ.

સંસ્થાની મુલાકાત બાદ સમગ્ર પ્રેમાનંદ પરિવારને આર્શિવાદ આપતા જણાવ્યું હતું કે, પુજય મુકતાનંદજીબાપુની પ્રેમાનંદ વિદ્યાધામ ખાતે ઋષિ સંસ્કૃતિ અનુસાર જીવનશિક્ષણ, ચરિત્ર, ઘડતર, આધ્યાત્મિકતા, સારૃં મુલ્યશિક્ષણ વગેરે પ્રાપ્ત થઇ રહયુ છે તે ખુબ જ આનંદની લાગણી આપે છે. સંસ્થાના ચેરમેનશ્રી ગિજુભાઇ ભરાડ સાહેબે નવી શિક્ષણનીતીમાં સમાવિષ્ટ અનેક ઉત્તમ બાબતોનો ખ્યાલ પૂ. ભાઇશ્રીને આપ્યો  તથા અનુરોધ કરેલ કે પૂ. ભાઇશ્રી પોતાની કથામાં પણ આ વાતનો ઉલ્લેખ કરી લોકોને જાગૃત કરે આ વાતને તેમણે સહર્ષ સ્વીકારી તથા તેને  ગંભીરતાથી લીધી સંસ્થાનો પરિચય કરાવતા સંસ્થાના ડાયરેકટર ડો.માતંગભાઇ પુરોહીત પ્રેમાનંદ સ્કિૂલ ખાતે તૈયાર કરાયેલ મેથ્સલેબ, STEM રોબોટીક લેબ વગેરે વિશે માહિતી આપેલ. આ વિશિષ્ટ લેબોરેટરીઓમાં નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં જણાવેલ બાબતોનું અત્યારથી જ પ્રેમાનંદ વિદ્યાધામમાં કાર્ય શરૂ થઇ ગયુ છે. તે જાણી પૂ. ભાઇશ્રીએ ખુબ જ હર્ષ વ્યકત કર્યો હતો. તથા જણાવ્યુ઼ હતું કે જયાં પુજય મુકતાનંદજીબાપુ તથા શ્રી ગિજુભાઇ ભરાડ જેવી બે હસ્તીઓ એક સાથે કાર્યરત હોય ત્યાંના વિદ્યાર્થીઓ ચોકકસ પણે શ્રેષ્ઠતાને વરે આ કાર્યક્રમમાં શ્રીમતી શોભનાબેન ભટ્ટ દ્વારા અંતરની આંખે પુસ્તકનું વિમોચન પુ.ભાઇશ્રી પુ. મુકતાનંદજીબાપુ, શ્રી ભરાડ સર દ્વારા પણ કરવામાં આવ્યું હતુ.

આ પ્રસંગે સંસ્થા વતી અશોકભાઇ પંડયાએ સૌ ઉપસ્થિતોનું હાર્દિક સ્વાગત કરેલ હતુ. ડો.માતંગભાઇ પુરોહિત દ્વારા ઉપસ્થિત મેયરશ્રી ધીરૂભાઇ ગોહિલ, શ્રી શૈલેષભાઇ દવે, શ્રી યોગીભાઇ પઢીયાર, શહેરના અન્ય શ્રેષ્ઠીઓ, પત્રકાર જગતના ઉપસ્થિત મહાનુભાવો વગેરેનો આભાર વ્યકત કર્યો હતો. સંસ્થાના સર્વે સ્ટાફ મિત્રોનો કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી તે બદલ તેમને અભિનંદન પાઠવ્યા હતા.

(12:52 pm IST)