સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 20th July 2021

પાટણવાવના ઐતિહાસિક ઓસમ ડુંગર પર બિરાજમાન માત્રી માતાજી મંદિર ખાતે ગુરૂપૂર્ણિમા ઉત્સવ નહીં યોજાય

ધોરાજી-મોટીપાનેલી,તા.૨૦ : ધોરાજી તાલુકાના પાટણવાવના ઐતિહાસિક ઓસમ ડુંગર આધ્યાત્મિક ઉર્જાનું -તીક ગણાય છે જયા સંતો ઋષિઓ તપસ્યા માટે પાવન ભૂમિમાં પધારે છે સદીઓ જૂનો ઇતિહાસ ધરાવતો આ પતિતપાવન પર્વત પર દેવીદેવતાઓ બિરાજમાન થયાં છે ઘણા પાવનકરી પરચાઓની આ ભૂમિનો ઇતિહાસ સદીઓ થી પ્રચલિત છે દર વર્ષે દરેક ઉત્સવો તહેવારો નિમિતે હજારો શ્રદ્ધાળુઓ અહીં બિરાજે છે ચોમાસામાં ડુંગર પરથી નીચે પડતા વિપુલ ઝરણાંઓના મનમોહક દ્રષ્યો અને વાતાવરણની આહલાદકતા સહેલાણીઓ માટે આકર્ષણ સર્જે છે દર વર્ષે ડુંગર પર યોજાતા મેળામાં પણ માનવ મહેરામણ ઉમટી પડે છે સાથેજ દર વર્ષે યોજાતા ગુરૂપૂર્ણિમા ઉત્સવ પ્રસંગે પણ હજારો ભકતો શિષ્યો ગરૂઓ સાધુ સંતો પવિત્ર સ્થાનમાં માત્રી માતાજી તેમજ ભીમનાથ મહાદેવ મંદિર સાથેજ અન્ય દેવસ્થાનમાં પધારી માતાજી તેમજ દેવી દેવતાઓ સહીત ગુરૂજનોના આશીર્વાદ મેળવી પોતાની જાતને પવિત્ર કરે છે

 કોરોનાં મહામારીને લઈને તમામ તહેવારો ઉત્સવો બંધ રહેતા હોય અને હજુસુધી સરકારી ગાઇડલાઇન પણ પાબન્ધી સૂચવતી હોય ત્રીજી લહેરની આશંકા દેખાતી હોય આગામી ગરૂપૂર્ણિમા તારીખ ત્રેવીસ જુલાઈને શુક્રવારના રોજ ઓસમ ડુંગર પર બિરાજમાન માત્રી માતાજી મંદિર ખાતે ગુરુપૂર્ણિમા ઉત્સવ કોરોનાં મહામારીને લઈને સ્થગિત કરી તમામ ભોજન પ્રસાદ સાથે તમામ પ્રકારની સ્વાગત સેવા સંપૂર્ણ બંધ રાખેલ છે જેની દરેક સેવકો ભકતજનો પર્યટકોએ નોંધ લેવા મહન્ત શ્રી જયવંતપુરીજી  ની યાદી જણાવે છે. આગામી સમયમાઁ સરકારની ગાઇડલાઇન મુજબ વ્યવસ્થા ગોઠવાશે.

(11:39 am IST)