સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 20th July 2019

વેરાવળમાં પાંચ દિવસથી 350 જેટલા સફાઈ કામદારોની હડતાલ: કચરાના ઢગલા ખડકાયા

પડતર મંગણીઓએ લઇને હડતાલ પાડતા ગામમાં ગંદકીના ગંજ જમ્યા

 

ગીર સોમનાથ જીલ્લાના વડા મથક વેરાવળમાં છેલ્લાં પાંચ દિવસથી 350 જેટલા સફાઇ કામદારો પડતર માંગણીઓને લઇને હડતાલ પર ઉતર્યા છે. જેને કારણે શહેરમાં ઠેરઠેર ગંદકીના ગજ જામી ગયા છે. નગરના રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

  એક બાજુ સફાઇ કામદારો પડતર માંગણીઓની ઉગ્ર માંગ કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ ચીફ ઓફિસરે જણાવ્યુ કે કર્મચારીઓને નોટિસ આપીને નિયત સમયમાં કામ પર આવવા જણાવાયુ છે. કર્મચારી કામ પર નહી જોડાય તો નવા સફાઇ કામદારોની ભરતી કરવામાં આવશે.

(10:55 pm IST)