સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 20th July 2019

દ્વારકા જિલ્લામાં વાતાવરણમાં પલટો :ખંભાળિયા પંથકમાં ધીમીધારે વરસાદ શરુ

વરસાદ વરસતા લોકોને ગરમીમાં રાહત : ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે જિલ્લાના ખંભાળીયા પંથકમાં વાદળછાયુ વાતાવરણ છવાતા વાતાવરણમાં પલટો આવ્યો છે. ખંભાળીયા તાલુકાના ગ્રામ્ય પંથકમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે.

  વરસાદ વરસતા ધૂળની ડમરીઓ ઉડતી બંધ થઇ હતી. ગરમીમાંથી રાહત મળી હતી. તો આતુરતાથી રાહ જોઈ રહેલા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો હતો.

    લાંબા સમયથી વરસાદ ખેચાતા પાકને ભારે નુકશાન થઈ રહ્યું હતું જેને લઈને ખેડૂતોમાં ભારે ચિંતા પ્રસરી હતી. જોકે હવે થોડો વરસાદ વરસતા ખેડૂતોને રાહત મળી છે.

 

(10:01 pm IST)