સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 20th July 2019

ધારી અને કુંકાવાવ રેન્જમાં દિપડો ત્રાટકતા બેને ઇજાઃ હોસ્પીટલમાં સારવાર હેઠળ

રાજકોટ, તા., ર૦: આજે સવારે ધારીના સરસીયા રેન્જમાં ધારી બીટમાં આવેલ માલસિકા ગામમાં રર વર્ષના યુવક દિનેશ બગહા કટારીયા ઉપર દિપડાએ હુમલો કરતા તેને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હોવાનું વન ખાતાએ જણાવ્યું છે. આ ઉપરાંત અમરેલી એસએફ ડીવીઝન હેઠળના કુકાવાવ રેન્જના બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ખાતે ૭ કે ૮ વર્ષની એક સગીર બાળકી ઉપર દિપડાએ હુમલો કરતા તેને સામાન્ય ઇજા થઇ છે. ઇજાગ્રસ્ત બાળાને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવી છે. આ વિસ્તારમાં દિપડાનો આતંક વધતા તેને પકડવા માટે વન ખાતાએ પાંજરૂ મુકયું હોવાનું પણ જાણવા મળે છે.

(3:57 pm IST)