સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 20th July 2019

રાજુલા પો.સ્ટે. વિસ્તારમાંથી ભારતીય બનાવટના પરપ્રાંત ઇંગ્લીશ દારૂ તેમજ આરોપીને ઝડપી પાડતી રાજુલા પોલીસ ટીમ

અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લીપ્ત રાય  સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાથી દારૂ જુગારની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા આપેલ  સુચના તેમજ  નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી કે.જે.ચૌધરી સાહેબ ના  માર્ગદર્શન અન્વયે તા.૧૯/૦૭/૨૦૧૯ ના રોજ રાજુલા પોલીસ સ્ટેશનના ઇન્ચા પોલીસ ઇન્સ.શ્રી એ.પી.ડોડિયા તથા પો.સબ.ઇન્સ જી.જી.જાડેજા તથા રાજુલા પોલીસ ટીમ દ્રારા ખાનગી રાહે બાતમી મળતા રાજુલા ટાઉનમા રહેતા કાળુભાઇ ઇબ્રાહીમભાઇ પઠાણ ના ઘરે જઇ રેઇડ કરતા જેમના ઘરેથી ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની બોટલ નંગ ૧૯ કી.રૂ.૬૫૫૦/- મુદ્દામાલ જથ્થો ઝડપાતા કાળુભાઇ ઇબ્રાહીમભાઇને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ મુદ્દામાલ :-
(૧) એપીસોડ કલાસીક વ્હીસ્કી રીંગ પેક કુલ બોટલ નંગ –૮
(૨)મેકડોલ નં-૧ સુપીરીયર વ્હીસ્કી રીંગ પેક બોટલ નંગ-૧૧ મળી કુલ બોટલ નંગ-૧૯ જેની કુલ કી.રૂ.૬૫૫૦/- નો મુદામાલ
આમ, રાજુલા પોલીસ સ્ટેશનના ઇન્ચા પોલીસ ઇન્સ.શ્રી એ.પી.ડોડિયાતથા પો.સબ.ઇન્સ જી.જી.જાડેજા તેમજ રાજુલા પોલીસ ટીમએ ઇંગ્લીશ દારૂના જથ્થો પકડી પાડવામાં સફળતા મળેલ છે.

(1:33 pm IST)