સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 20th July 2019

રાજુલામા સમસ્ત મુસ્લિમ સમાજ દ્રારા વરસાદને રીઝવવા દુવા કરાઇ

એક્ટિવ ઈસ્લામિક યુથ સમસ્ત મુસ્લિમ યુવા સંગઠન રાજુલા દ્વારા આયોજિત સમસ્ત મુસ્લિમ સમાજ રાજુલાના બિરાદરો દ્રારા વરસાદને રીઝવવા બધા મુસ્લિમ ભાઈઓ ભેગા થઈને કબ્રસ્તાને જઈ અલ્લાહ તાલાની બારગાહમાં દુવા અજઁ કરી આજે જુમ્મા ની નમાજ બાદ અંદાજિત 400 જેટલા મુસ્લિમ બિરાદરો ભેગા થઈ જુમ્માની નમાઝ બાદ ગેબનશા પીરની દરગાહ પાસે સમસ્ત મુસ્લિમ સમાજના લોકો એકઠા થઈ દુવા કરવા માટે રેલીના સ્વરૂપમાં ભેગા થઈ કબ્રસ્તાન સુધી ચાલીને ગયા. હાલ ચોમાસામાં વરસાદ ખેંચાતા લોકોને ખુબજ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે બધા જાણે જ છે કે જો વરસાદ નહિ પડે તો ફક્ત ખેડૂતો જ નહીં પણ ધંધાર્થી તથા નોકરિયાત વર્ગને પણ અસર થશે વરસાદ ન પડવાને કારણે દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાય શકે છે. જ્યારે ગામે ગામ મુસ્લિમ સમાજ ભેગા મળીને અલ્લાહ પાસે દુવા કરી રહ્યા છે ત્યારે રાજુલા શહેર આજે સમસ્ત મુસ્લિમ સમાજના પ્રમુખશ્રીઓ આગેવાનશ્રીઓ વડીલો અને મુસ્લિમ બિરાદરોએ ખાસ હાજર રહીને અલ્લાહ પાસે દુવા માગી હતી. જેથી કરીને રાજુલા શહેરના તથા સમગ્ર માનવજાત અને પ્રાણીઓને સૌને આ મુસીબત માંથી બચાવી શકે. સમસ્ત મુસ્લિમ સમાજ રાજુલા દ્વારા સમગ્ર મનુષ્યજાત માટે ભેગા મળીને અલ્લાહ પાસે દુવા માંગી. લોકહીત માટે સમગ્ર મુસ્લિમ સમાજ સાથે મળીને કરી  દુવા કરેલ

(1:31 pm IST)