સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 20th July 2019

ચોટીલાના સાલખડા ગામના સીમમાં રૂ.૧૯.૬૯ લાખનો ૪૩૬ પેટી દારૂ ઝડપાયો

આઇસર જપ્તઃ આરોપીઓ નાસી છુટ્યા

વઢવાણ તા.૨૦ : ચોટીલા તાલુકો સૌરાષ્ટ્રમાં ઇગ્લીશનાં બુટલેગરો માટે કટીંગ નું હબ બની ગયેલ છે ત્યારે બામણબોર પોલીસે બાતમીનાં આધારે સાલખડા ગામે થી ૪૩૬ પેટી, આઇસર સાથે ૨૦ લાખનો મુદ્દામાલ પકડી પાડેલ છે

પવિત્ર યાત્રાધામમાં સ્થાનિક બુટલેગરો ની સંખ્યા દિન પ્રતિદિન વધી રહેલ છે અને તેઓ દ્વારા માજા મુકાઇ ગઇ હોય તેમ હજારોની સંખ્યામાં દારૂ ની બોટલો પકડાય છે પરંતુ ગુનેગારો અને મુખ્ય બુટલેગરો પોલીસ પકડ થી બચતા રહે છે

શુક્રવારના રોજ બામણબોર પીએસઆઇ વી પી મકવાણા તથા સ્ટાફના મનસુખભાઇ રાજપરા, માલાભાઇ કલોત્રા, કનુભાઇ ખાચર, દિલીપભાઈ ચાવડા,વલ્લભભાઇ, કેહાભાઇ, ભરતભાઈ, જયસુખભાઇ, રાલાભાઇ સહિતનાં એ બાતમીના આધારે સાલખડા પંથકમાં ખાનગી વોચ ગોઠવી ટીમ્બાવાળી સીમમાં આરોપી જેન્તી રાણાભાઇ કોળી ની વાડીએ છાપો મારતા તેના હવાલા વાળુ આઇસર વાહાન રજી. નં જીજે ૦૩ વાય ૬૯૯૪ સાથે ૪૩૬ પેટી ઇગ્લીશ દારૂની બોટલ નંગ ૫૨૩૨ રૂ. ૧૯.૬૯.૬૦૦નો મુદ્દામાલ પકડી પાડેલ હતો જોકે રેઈડ દરમિયાન આરોપી હાજર મળી નહી આવતા પોલીસે તેના વિરૂદ્ઘ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

અંત્રે ઉલ્લેખનીય છે કે ભૌગોલિક પરિસ્થિતિ ને કારણે સૌરાષ્ટ્રનાં મોટા બુટલેગરો નો ડોળો ચોટીલા વિસ્તાર ઉપર છે અને આ વિસ્તાર કટીંગ નું હબ બની ગયેલ હોય તેમ છેલ્લા કેટલાક સમય થી સ્થાનિક નવા નવા ધંધાર્થીઓ પંથકમાં કોઇ ઓથ નિચે ઉભા થઇ ગયા હોય તેમ લાગી રહ્યું છે

સ્ટેટ વિજીલન્સ ની ટીમે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી બામણબોર અને ચોટીલા વિસ્તારમાંથી મોટી રકમનો ઇગ્લીશ દારૂ, ચાલુ કટીંગ, પકડી પાડેલ જેમાં અધિકારીઓને સસ્પેન્ડ અને કેટલાક ની બદલીઓ થયેલ પરંતુ આ ગુના સાથે સંકળાયેલા સ્થાનિક બુટલેગર ની ગેન્ગ ઝાલાવાડ પોલીસની પકડ બહાર આબાદ ફરી રહી છે જીલ્લા એસ પી એ આવા અસામાજીક પ્રવૃત્ત્િ। કરનાર ગુનેગારોને પકડવા ખાસ બ્રાન્ચ ને તાકિદ કરી ઝબ્બે કરવા જોઈએ ફકત જથ્થો પકડવા થી નહી પરંતુ આ પંથકમાં ચાલતી પ્રવૃત્ત્િ।ઓ કરનારને પકડવા જોઇએ તોજ આવી બંદીને અંકુશમાં લાવી શકાય લોક ચર્ચામાં ચાલતી વિગત જાણવા મલ્યા મુજબ બુટલેગરો ને સમયે હાજર કરીશું હેરાન ન કરતા તેવી રાજકિય ભલામણો પણ ભાગ ભજવતી હોવાનું કહેવાય છે ત્યારે પોલીસે દારૂ અને કટીંગનાં હબ સમાન પવિત્ર યાત્રાધામ ની ગરમી ના ઝંખવાય તેની તકેદારી દાખવવાની સદ્યન જરૂરીયાત હોવાની માંગ ઉઠી છે

(1:21 pm IST)