સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 20th July 2019

ચલાલા ગાયત્રી સંસ્કાર વિદ્યાલયમાં વાલી દિવસ ઉજવાયો

ચલાલાઃ ગાયત્રી સંસ્કાર વિદ્યાલયમાં વેકેશન બાદની પ્રથમ વાલી મિટિંગ યોજાઇ હતી. જેમાં વાલીઓ હર્ષોલ્લાસ સાથે ઉમટી પડયા હતા. બાળકો માટે નાસ્તો અને તેમની મનપસંદ વસ્તુઓ લાવ્યા હતા. બાળકોની સાથે વાતચીત કરી હતી અને બાળકોએ પણ પ્રોજેકટર દ્વારા શૈક્ષણીક કાર્ય ચાલે છે અને  દર અઠવાડીયે ટેસ્ટ લેવાય છે.  વાલીઓ પણ શિક્ષણ સાથે સંસ્કારના સમન્વયને નિહાળી ખૂબ રાજી થયા હતા. બધાએ સાથે ભોજન લઇ વિદાય લીધી હતી. શાળાના સંચાલક  મહેશભાઇ મહેતા તથા આચાર્ય શિતલબેન મહેતાએ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

(11:52 am IST)