સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 20th July 2019

જોડીયાની શેઠ કાકુભાઇ સ્ત્રી હુન્નર શાળા સંચાલિત શાળામાં ગુરુપુર્ણિમાની ઉજવણી

જોડીયા તા.૧૯:  ઙ્ગશેઠ શ્રી કાકુભાઇ જીવણદાસ સ્ત્રી હુન્નર  ઉદ્યોગ શાળા સંચાલિત શ્રીમતી યુ.પી. વ્યાસ કન્યા વિદ્યાલય જોડીયામાં ગુરુપુર્ણિમાં મહોત્સવની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.

આ પાવન પ્રસંગે  ટ્રસ્ટી અશોકભાઇ વર્મા જોડિયાના સરપંચ નયનાબેન વર્મા, ઇન્ચાર્જ આચાર્યશ્રી દિપીકાબેન સિંધવ, કેમ્પસ હેડ બીનાબેન રાવલ, રમણીકભાઇ દાવડા તેમજ એકાઉન્ટન્ટ રાજીવભાઇ રાવલ, ક્રિષ્નાબેન અનડકટ તથા શિક્ષકભાઇઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

ગુરુપૂર્ણિમાના શુભ અવસરે કાર્યક્રમની શરૂઆત પૂજન સંસ્થા સ્થાપક પરમ પૂજય રંભાફૈબાના શ્લોકગાન સાથે કરવામાં આવેલ. ત્યારબાદ પ્રાર્થના સભામાં સરસ્વતી પૂજન અને ગુ રૂઓનું પૂજન, ગુરૂવંદના ચોપાઇ અને સરસ્વતીવંદનાનું લય સાથે ગાન શ્રી એકનાથભાઇ શાસ્ત્રી અને વિદ્યાર્થીની બહેનો દ્વારા કરવામાં આવેલ.

શાળાના ઇન્ચાર્જ આચાર્યાશ્રી દિપીકાબેન સિંધવએ પ્રાસંંગિક ઉદબોધનમાં ગુરૂના પ્રકારો, જીવનમાં ગુરૂનું મહત્વ શું રહેલુ છે તે ખુબ જ સરળે શૈલીમાં વકતવ્ય પ્રસ્તૃત કરેલ.

ધોરણ ૯ ની વિદ્યાર્થીની ઝુંઝા ધાર્મિ અને ધોરણ ૧૦ ની પીંગળ કિંજલ ગુરૂપૂર્ણિમાના પાવનપર્વના દિવસે વિશ્વના  સમસ્ત ગુરુજનોને સંતો, મહંતો અને વિભૂતિઓનું આપણા જીવનમાં ઉચેરૂ સ્થાન છે, તેમજ શાળાના શિક્ષીકાશ્રી સ્મીતાબેને પણ પ્રસંગ અનુરૂપ વકતવ્ય આપેલ. ત્યારબાદ શ્રી ક્રિષ્નાબેને પણ ગુરૂ અને શિષ્ય વચ્ચેના સંબંધના ઉદાહરણો આપેલ. આમ બંને બહેનોએ ગુરૂ અને શિષ્યનો મહિમા પ્રસ્તૃત કરેલ ત્યારબાદ શાળાની ધો. ૧ર ની બહેનોએ ભજન અને ધો. ૯ ની બહેનોએ સુંદર ધુનનુ ગાન કરેલ.

આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીનીઓને સંસ્થા તરફથી રોકડ પુરસ્કાર આપવામાં આવેલ.

કાર્યક્રમનું સંચાલન શિક્ષિકા શ્રી વિસરીયા નિવ્યાબેને કરેલ હતુ.

(11:51 am IST)