સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 20th July 2019

ભાવનગરનાં કાકીટી ગામમાં ભેંસને પાણીમાંથી બચાવવા જતા ૨ સગાભાઇઓના તળાવમાં ડૂબી જવાથી મોત

ભાવનગર તા.ઙ્ગ૨૦: ભાવનગર જિલ્લાના મહુવા તાલુકા ના કાકીટી ગામે પાણીના તળાવ ડૂબી જતાં બે બાળકોના મોત નિપજતા અરેરાટી ફેલાય જવા પામી હતી. મળતી માહિતી મુજબઙ્ગ મહુવા તાલુકા ના કાકીડી ગામેં ભેંશ ચરાવા જતી વખતે ઓમ જસુભાઈબારોટઙ્ગ ઉ.વ.૧૧ભેંસ ઉપર બેસેલ હોય ભેંસ તળાવ માં જતી રહેતા ઓમ પાણી માં ડૂબવા લાગતા તેને બચાવવા મોંટૂ જસુ ભાઈ બારોટ ઉ.વ.૧૮ તેની પાછળ પાણી માં જતા બંને ભાઈઓ પાણી માં ડૂબતા નાના ભાઈ ઓમ નો મૃતદેહ મળી આવેલ છે

તેમજ મોટા ભાઈ મોંટૂની શોધખોળ તંત્ર દ્વારા શરૂ છે હાલ ગામજનો અને ૧૦૮ દ્વારા રેસ્કયુ કામગીરી હાથ ધરવામાં આવી હતું.

કામગીરી દરમ્યાન ઓમ બારોટ નામ ના બાળક નો મૃતદેહ હાથ લાગ્યોઙ્ગહતો. હાલ દ્યટના સ્થળે તાલુકા વિકાસ અધિકારી સહિત નો કાફલો પહોંચ્યો હતો. ઘટના ના પગલે નાના એવા ગામ માં શોક ની લાગણી ફેલાય ગઇ છે.

(11:48 am IST)