સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 20th July 2019

રિસામણેથી પરત આવેલી પત્નિ સાથે ફરી ચડભડ થતાં સિકંદરે ફાંસો ખાધો

પત્નિ જોઇ જતાં બચી ગયોઃ માળીયા મિંયાણાનો યુવાન રાજકોટ સારવારમાં

રાજકોટ તા. ૨૦: માળીયા મિંયાણામાં રહેતાં સિકંદર રહિમભાઇ માલાણી (ઉ.૩૦) નામના યુવાને ઘરમાં લોખંડની આડીમાં ઓઢણી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં તેની પત્નિ મુમતાઝ જોઇ જતાં દેકારો મચાવતાં પરિવારના બીજા લોકો ભેગા થઇ જતાં સિકંદરને નીચે ઉતારી મોરબી હોસ્પિટલે ખસેડતાં જીવ બચી ગયો હતો. તેને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

હોસ્પિટલ ચોકીના ડી. કે. ખાંભલા અને દિપસિંહ ચોૈહાણે મોરબી પોલીસને જાણ કરી હતી. સિકંદર પાંચ ભાઇ અને બે બહેનમાં બીજો છે અને સેન્ટીંગ કામની મજૂરી કરે છે. તેના પરિવારજનોના કહેવા મુજબ પત્નિ મુમતાઝ રિસામણે ગઇ હતી. ગઇકાલે જ તેને તે પાછી તેડી આવ્યો હતો. એ પછી ફરીથી કોઇ બાબતે ચડભડ થતાં તેણે આ પગલુ ભર્યુ હતું.

(11:30 am IST)