સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 20th July 2019

ચાય પે ચર્ચા નહિ, ચાય પે છૂરા...'તારી ઓૈકાત નથી મને ચા પીવડાવવાની' કહી શબ્બીરને છરી ઝીંકાઇ

કેશોદના યુવાનને વાંસામાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૨૦: કેશોદમાં બે મિત્રો વચ્ચે ચા પીધા બાદ પૈસા ચુકવતી વખતે ઓૈકાતની વાત આવતાં ડખ્ખો થઇ જતાં એકને બીજાએ વાંસામાં છરો ભોંકી દેતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

કેશોદમાં મવાણા દરવાજા પાસે રહેતાં રિક્ષાચાલક શબ્બીર સોહરાબભાઇ અંસારી (ઉ.૩૫)ને તે કેશોદમાં હતો ત્યારે મિત્ર ગફાર અમરેલીયા સાથે ચા પીવા ઉભો રહ્યો હતો. ચા પીધા બાદ ઝઘડો થતાં ગફારે વાંસામાં છરી ઝીંકી દેતાં કેશોદ સારવાર અપાવી વધુ સારવાર માટે રાજકોટ દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે કેશોદ પોલીસને જાણ કરી હતી.

શબ્બીરના કહેવા મુજબ પોતે રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. પોતે ગફારને ચા પીવડાવી હતી અને એ પછી પોતે પૈસા ચુકવતો હતો ત્યારે ગફારે 'તારી ઓૈકાત નથી મને ચા પીવડાવવાની' તેવા શબ્દો બોલતાં તેને આવું બોલવાની ના પાડતાં ઉશ્કેરાઇ ગયો હતો અને હુમલો કરી ભાગી ગયો હતો. કેશોદ પોલીસે શબ્બીરની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો છે.

(11:29 am IST)