સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 20th July 2019

મંગેતર સાથે શરીર સંબંધ બંધાયા...સગાઇ તૂટી ગયા બાદ ગર્ભ રહી ગયાની ખબર પડી

શાપર પંથકની યુવતિને મિસડિલીવરી થતાં રાજકોટ ખસેડાઇઃ પોલીસની એન્ટ્રીમાં બળાત્કારની નોંધ થઇઃ જો કે યુવતિએ મરજીથી સંબંધ બંધાયાનું જણાવી ફરિયાદ નોંધાવવાની ના પાડી

રાજકોટ તા. ૨૦: શાપર પંથકમાં રહેતી વીસ વર્ષિય એક યુવતિની ચાર મહિના પહેલા સગાઇ થઇ હતી. સગાઇ બાદ મંગતેર સાથે ફરવા ગઇ ત્યારે શારીરિક સંબંધ બંધાયા બાદ સગાઇ તુટી ગઇ હતી. આ યુવતિને ગર્ભ રહી જતાં અને મિસડિલીવરી થઇ જતાં સારવાર માટે રાજકોટ ઝનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં પોલીસ કેસ જાહેર કરવામાં આવ્યો છે.બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે શાપર પોલીસ મથકમાં એન્ટ્રી નોંધાવી હતી. ૨૦ વર્ષની યુવતિ સાથે  રવિ નામના શખ્સે લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજારતાં તેણીની ગર્ભ રહી જતાં અને હવે મિસડિલીવરી થઇ જતાં દાખલ કરવામાં આવ્યાની એન્ટ્રી પોલીસે નોંધી હતી.શાપર પોલીસ યુવતિની ફરિયાદ નોંધવા આવતાં તેણીએ પોતાના પર બળાત્કાર નહિ થયાનું કહ્યું હતું. તેમજ સગાઇ થયા બાદ મરજીથી મંગેતર શરીર સંબંધ બાંધ્યાનું અને બાદમાં થોડા દિવસ પછી સગાઇ તુટી ગયાનું અને ગર્ભ રહી ગયાની હવે ખબર પડ્યાનું જણાવ્યું હતું. તેમજ પોતાને કોઇ ફરિયાદ કરવી ન હોવાનું પણ તેણીએ કહેતાં પોલીસે નિવેદન નોંધ્યું હતું. ઘટના ડાકોર તરફ બની હોવાનું જણાવાયું હતું.

(11:29 am IST)