સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 20th July 2019

પાટડીના ઝંઝરા ગામે રખડતી ૧૦૦ જેટલી ગૌમાતાઓ માટે નિયમીત ઘાસની સુવિધા કરી

ગામના જીવદયા પ્રેમીઓને અનોખી સેવા

વઢવાણ તા.૨૦ : જેઠ મહિના ના પંદર દિવસ વીતવા છતાં હજુ સુરેન્દ્રનગર જિલ્લા માં વરસાદ થયો નથી ત્યારે પશુઙ્ગઓ માટે દ્યાસચારા ની તંગી ઉભી થઇ છે ત્યારે આવા કપરા સમય માં માલધારી ઓ એ પોતાનું ગૌધન રખડતું મૂકી દીધું છે ત્યારે આ ગાયો ભૂખે ટળવળીઙ્ગ રહી છે આવા સમયે આબોલ જીવો ને બચાવવા પાટડીઙ્ગ તાલુકા ના ઝેઝરા ગામ ના યુવાનો એ સેવા યજ્ઞ સરૂ કર્યો છે.

 ગામ ના જીવદયા પ્રેમી યુવાનોએ એ ગૌમાતા ની સેવા સરું કરી છે થોડા યુવાનો અને વડીલો એઙ્ગપહેલ કરી ત્યારબાદઙ્ગગામના લોકો પણ જોડાયા અને યથા શકિત ફાળો કરવામાં આવ્યો જેના દ્વારા રોજ લીલો દ્યાસચારો મંગાવવામાં આવે છે અને ભૂખ થી ટળવળતી ગૌમાતા ઓને લીલા દ્યાસ ની રોજ નીરણ કરવામાં આવે છે આ કામ ઝેઝરા ગામ ના કેટલાક સેવાભાવીઙ્ગયુવાનો એ ઉપાડી લીધું છે અને રોજ સવારે ભૂખ્યા ગૌધનઙ્ગ ને ઘાસચારો ખવડાવામાં આવે છે જેની માલિકી છે તેવા માલધારી ઓ એઙ્ગ ગૌમાતા ને રખડતી મૂકી દીધી છે ત્યારે ઝેઝરાઙ્ગગામ ના જીવદયા પ્રેમીઓ એ ગૌમાતાની સંભાળ લેવાનું શરૂ કર્યું છે ત્યારે અહીં સાચા અર્થ માં ગૌમાતાના ની સેવા કરવામાં આવી રહી છે અને ૧૦૦ થી વધુ ગૌમાતા નો જઠરાગ્નિ ઠારવામાં આવી રહયો છે.

(11:25 am IST)