સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 20th July 2019

બોટાદના લાઠીદડના ઉમા કેમ્પસની સિદ્ધિ

આટકોટ : તાજેતરમાં યુવા સાંસ્કૃતિક અને રમત-ગમત વિભાગ ગાંધીનગર તથા જીલ્લા રમત-ગમત અધિકારી કચેરી બોટાદના સંયુકત ઉપક્રમે આદર્શ વિદ્યાલય હડદડ મુકામે અંડર નાઇનટીન બહેનોની તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાઇ હતી. જેમાં શ્રી કન્યા વિદ્યાલય ઉમા કેમ્પસ લાઠીદડની ટીમ તાલુકા કક્ષાએ ચેમ્પીયન થઇ હતી. આ તમામ ખેલાડીઓ તથા વ્યાયામ શિક્ષક સવજીભાઇ ખાંભડીયાને શાળા પરિવાર વતી આચાર્ય અને ટ્રસ્ટીઓએ અભિનંદન આપ્યા હતા. (તસ્વીરઃ- વિજય વસાણી-આટકોટ)

(11:24 am IST)