News of Saturday, 20th July 2019
બોટાદના કલેકટર સુજિતકુમાર મનસુખ માંડવિયાના પી.એસ.પદે
રાજકોટ તા. ર૦ :.. કેન્દ્રના રાજય કક્ષાના શીપીંગ, કેમીકલ્સ અને ફર્ટીલાઇઝર્સ વિભાગના મંત્રી શ્રી મનસુખ માંડવીયાના અંગત સચિવ તરીકે સરકારે બોટાદના જિલ્લા કલેકટર શ્રી સુજિતકુમારની નિમણુક કરી છે. તેઓ મુળ બિહારના વતની અને ર૦૧૦ ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે. આ અગાઉ અમરેલી જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા હતાં. રાજય સરકાર છૂટા કરે પછી ટુંક સમયમાં નવી દિલ્હી ખાતે ચાર્જ સંભાળનાર છે. (મો. ૯૯૭૮૪ ૦પ૯૩૧ -બોટાદ)
(11:20 am IST)