સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 20th July 2019

વાંકાનેરમાં બે સ્થળેથી વરલીના આંકડા લેતા ચાર પકડાયાઃ એલસીબીના દરોડા

સ્થાનીક પોલીસને જૂગારના હાટડા ન દેખાયા? લોકોમાં પુછાતો પ્રશ્ન

વાંકાનેર તા. ર૦ :.. વાંકાનેરમાં જાહેર માર્ગો ઉપરની ફુટપાથ તથા મંદિરનજીક વરલી ફીચરના આંકડાના હાટડા ઉપર મોરબી જીલ્લા એલ. સી. બી.એ ત્રાટકી બે સ્થળેથી આંકડા લેતા અને લખાવતા ચાર શખ્સોને પકડી પાડી, રૂ. ૩૮પ૦ નો મુદામાલ કબ્જે કર્યો છે.

વાંકાનેરના દિવાનપરા ગર્લ્સ હાઇસ્કુલ પાસે ફુટપાથ ઉપર જાહેરમાં વરલી ફીચરના આંકડા ઉપર નસીબ આધારીત જૂગાર માટેના આંકડા લખતા  સોયબ આદમભાઇ (મતવા), મતવા મુસ્તાક હનીફભાઇ તથા આંકડા લખાવતો, મીયાણા કાદર નોંધાભાઇ ત્રણેય રે. વાંકાનેર વાળાની વરલી ફીચરનું સાહીત્ય તથા  રૂ. ૧૬૦૦ રોકડા સાથે પકડી પાડેલ.

જયારે જીનપરામાં હનુમાનજી મંદિરના ઓટા ઉપર બેસી વરલીના આંકડા લેતો કુંભાર સુરેશ ભાણજીભાઇ કાલરીયા ને રોકડા રૂ. ૧રપ૦ તથા ૧૦૦૦ ની કિંમતનો મોબાઇલ કુલ રરપ૦ સાથે પકડી પાડેલ છે.

વાંકાનેરમાં જાહેરમાં વરલીના હાટડાઓ ચાલતા હોય જે સ્થાનીક પોલીસને કેમ ન દેખાયા ? તેવો પ્રશ્ન લોકોમાં પુંછાઇ રહ્યો છે.

(11:19 am IST)