સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 20th July 2019

વડિયામાં ઉપસરપંચ પદે વિજેતા

વડિયા, જૂનાગઢઃ વડિયા ગામ પંચાયતમાં થોડા દિવસો પહેલા ઉપ સરપંચની અવિશ્વાસની દરખાસ્ત મંજૂર થતા તે જગ્યા ખાલી પડતા ગામ પંચાયત સદસ્ય અને સરપંચ પતિ છગનભાઇ ઢોલરીયા એ ફોર્મ ભરતા બિન હરિફ ચુંટાયા હતા. જેમ વડિયા ગામ પંચાયતના (૧૪) સદસ્યોમાંથી (૧૩) સદસ્યએ છગનભાઇ ઢોલરીયાને મત આપેલ હતો. વડિયા ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા ફુલહારથી શુભેચ્છાઓ આપવામાં આવી હતી. આ તકે મિતુલભાઇ ગણાત્રા એ તેમજ મહિરભાઇ સુમરા મહમદભાઇ સુમરા ભરતભાઇ વઘાસીયા જીગ્નેશ રાંક જીતુભાઇ સાદરાણી તથા ગ્રામ પંચાયત સભ્યોએ પણ શુભેચ્છા પાઠવી હતી.

(11:19 am IST)