News of Friday, 20th July 2018
મોટી પાનેલીમાં કોળી વૃધ્ધ વેલજીભાઇને કાનાએ ધોકાવ્યા
જુના મનદુઃખની વાતચીત કરવા બોલાવી તૂટી પડ્યા
રાજકોટ તા. ૨૦: ઉપલેટાના મોટી પાનેલી ખાતે રહેતાં અને છુટક મજૂરી કરતાં વેલજીભાઇ ભવાનભાઇ ડાભી (ઉ.૯૦) નામના કોળી વૃધ્ધને જુના મનદુઃખનું સમાધાન કરવા બોલાવી કાના ઘેલાભાઇ કોળી સહિતનાએ લાકડી-ધોકાથી માર મારતાં ઉપલેટા સારવાર લઇ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભાયાવદર પોલીસને જાણ કરી હતી.
(10:49 am IST)