સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 20th June 2021

મોરબીના શોભેશ્વર રોડ પર મારામારી ના બનાવમાં સામાપક્ષે ફરિયાદ નોંધાવી

આરોપીઓના ઘરે સમજાવવા જતા બોલાચાલી કરી ઝઘડો કર્યાની ફરિયાદ

મોરબીના શોભેશ્વર રોડ પર મારામારીનો બનાવ બન્યો હોય જે બનાવ મામલે સામાપક્ષે પોલીસ ફરિયાદ નોંધાવતા બી ડીવીઝન પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

મોરબીના કુબેર ટોકીઝ પાછળ ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતા હિતેશ મુંધવાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આરોપી તેજસ ઉર્ફે તેજ્લો મકવાણાને ફરિયાદી વિપુલ અને સંજયભાઈ સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો હોય અને ગાળો આપી માર માર્યો હતો

બાદમાં આરોપી તેજસ ઉર્ફે તેજ્લો મકવાણા, તેજસની બહેન પૂજા અને તેજસના માસી કોકિલાબેન સાથે આવીને વિપુલ તેમજ સંજયભાઈ તથા દુદાભાઈ પર છુટા પથ્થરના ઘા મારી ટાઈલ્સથી માથાના ભાગે કપાળે મારતા ઈજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી તો શૈલેશભાઈ આરોપીઓના ઘરે સમજાવવા જતા બોલાચાલી કરી ઝઘડો કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે

(9:24 pm IST)