સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 20th June 2021

ટંકારાના નસીતપર નજીક બાઈક સ્લીપ થતા વૃદ્ધને ઇજા : રસ્તામાં કપચી આવતા બાઈક સ્લીપ થયું

ટંકારા તાલુકાના નસીતપર ગામ નજીકથી એક વૃદ્ધ બાઈક લઈને જતા હોય દરમિયાન બાઈક સ્લીપ થતા વૃદ્ધને ઈજા પહોંચી છે

મોરબીના મહેન્દ્રપુર ગામના રહેવાસી દેવરાજભાઈ જેસંગભાઈ મોરી (ઉ.વ.૬૫) નામના વૃદ્ધ મહેન્દ્રપુર ગામથી નસીતપર જતા હોય ત્યારે રસ્તામાં કપચી આવતા બાઈક સ્લીપ થયું હતું જે અકસ્માતમાં વૃદ્ધને પગમાં ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે તો પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી

(5:58 pm IST)