સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 20th June 2021

ધોરાજીમાં આવતીકાલ સોમવારથી કોરોના વેક્સિન મહાઅભિયાનનો સાત સ્થાનો ખાતેથી પ્રારંભ થશે

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ધોરાજીમાં આવતીકાલ સોમવારથી કોરોના વેક્સિન મહાઅભિયાનનો સાત સ્થાનો ખાતેથી પ્રારંભ થશે
ધોરાજી બ્લોક હેલ્થ ઓફિસર ડો.પુનિત વાછાણી એ યાદીમાં જણાવેલ કે લોકોમાં જનજાગૃતિ કેળવવા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના માર્ગદર્શન હેઠળ કોરોના વેક્સિન અભિયાન અંતર્ગત એક પણ વ્યક્તિ વેક્સિન વગર ના રહે જે અભિયાન અંતર્ગત ગુજરાતમાં સૌથી વધારે કોરોના વેક્સિન મહા અભિયાન મા લોકો જોડાયા તે હેતુથી ધોરાજીમાં એક સાથે સાત સ્થાન ખાતે કોરોના મહા વેક્સિન નો પ્રારંભ સોમવાર થી થવાનો છે
તા-૨૧/૦૬/૨૦૨૧  સોમવાર ના રોજ ધોરાજીમા કોરોના વેક્શીન મહા-અભીયાન નો પ્રારંભ. કાલે ધોરાજી સીટી માં નીચેના સ્થળો એ COVISHIELD રશી અપાસે, ૧૮ થી ૪૪ વર્ષના તમામ નાગરીકો એ લાભ લેવા નમ્ર અપીલ

૧.સરકારી દવાખાનુ ધોરાજી ગેલેક્સી ચોક ( કેપેસીટી ૨૦૦ માણસો )                                    ૨.હીરપરા વાડી કોમ્યુનીટી હોલ   ( કેપેસીટી ૧૦૦ માણસો )                                                 ૩.કે.ઓ.શાહ કોલેજ સ્ટેશન પ્લોટ ( કેપેસીટી ૨૦૦ માણસો )                                                   ૪.કુંમ્ભારવાડો સ્વામીનારાયણ મંદીર નીચે,શાળા નં.૧૪ ની બાજુમાં આંગણવાડીના મકાનમા  ( કેપેસીટી ૧૦૦ માણસો )                            

૫.દરબાર ગઢ સરકારી દવાખાનુ ( કેપેસીટી ૨૦૦ માણસો )                                                   ૬.ફરેની રોડ સરકારી દવાખાનુ ( કેપેસીટી ૧૦૦ માણસો )                                                     ૭.શીશુ મંદીર અવેડા ચોક પાસે ( કેપેસીટી ૨૦૦ માણસો )                                                         તમામ જ્ગ્યા એ ઓન ધ સ્પોટ રજીસ્ટેશનની સુવીધા હશે.તો ધોરાજીની જનતાને વધુમાં વધુ યુવાનો સીનીયર સીટીઝન જોડાઈ તે બાબતે ધોરાજી બ્લોક હેલ્થ ઓફિસર ડો. વાછાણી યાદીમાં જણાવાયું છે

(5:52 pm IST)