સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 20th June 2021

જુનાગઢ જીલ્લાના માંગરોળ માં 2 કલાક 4 ઇંચ અને મેંદરડા 3 ઇંચ વરસાદ ની માળીયા હાટીના 2 ઈંચ વરસાદ પડતાં ખેડુત પુત્રો એ વાવણી કરવાનાં શ્રી ગણેશ કર્યાં હતા.

જુનાગઢ: જુનાગઢ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદ મન મૂકીને વરસતા સારા વરસાદના લીધે ધરતી પુત્રોમા ખુશી જોવા મળી રહી છે. સમગ્ર જિલ્લામાં 1 થી 5 ઇંચ વરસાદ નોંધાય ચૂક્યો છે. જુથળ, ગળોદર, ભંડૂરી, વિરડી, અમરાપુર, માતર વાણિયા સહિતના ગામોમાં પણ 2 ઈંચ વરસાદ ખાબક્યો હતો જ્યારે જીલ્લાના માંગરોળ માં 2 કલાક 4 ઇંચ અને મેંદરડા 3 ઇંચ વરસાદ ની માળીયા હાટીના 2 ઈંચ વરસાદ પડતાં ખેડુત પુત્રો એ વાવણી કરવાનાં શ્રી ગણેશ કર્યાં હતા.

જુનાગઢ માં છેલ્લા બે ભારે વરસાદને પગલે ગીરનાર ઉપર 5 ઈંચ જેટલો વરસાદ વરસતા પહાડોમાંથી પાણીના ધોધ જોવા મળ્યા હતા અને ગીરનારના પર્વત પર નયન રમ્યોનો નજારો જોવા મળ્યો હતો. ત્યારે ચોમાસા ની સીઝનનો પ્રથમ વરસાદે જુનાગઢ જીલ્લામાં સર્વરતિક વરસાદ પડતાં લોકોને ગરમીથી રાહતની સાથે સમગ્ર વાતવરણમાં ઠંડક જોવા મળી હતી.

(3:36 pm IST)