સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 20th June 2021

મોરબીના સાર્થક વિદ્યામંદિરમાં યોગ દિવસની ઉજવણી : તમામ શિક્ષક ભાઈઓ બહેનોએ ભાગ લીધો

મોરબી : ગુજરાત યોગ બોર્ડ અને સાર્થક વિદ્યામંદિરના સંયુક્ત ઉપક્રમે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સાર્થક વિદ્યામંદિરના તમામ શિક્ષક ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો. વિશ્વમાં જ્યારે 21 જૂને 7 મો વિશ્વ યોગ દિવસ ઉજવાય રહ્યો છે ત્યારે સાર્થક વિદ્યામંદિર અને ગુજરાત યોગ બોર્ડ દ્વારા આજે સવારે 8 થી 10 દરમિયાન યોગ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.

(1:03 pm IST)